Gujarati Quote in Good Evening by Krupali Kapadiya

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું પ્રેમ ખરેખર દુઃખી કરે છે?

પ્રેમ સુખ નું સરનામું છે
પ્રેમ મુક્તિ છે
પ્રેમમાં માણસ ક્યારેય દુઃખી હોતો નથી,
પ્રેમમાં તો માણસ ને ખુદ નું ભાન નથી રહેતું
પ્રેમમાં તો માણસને પોતાના દુઃખની પણ અનુભૂતિ નથી.

પરંતુ,
માણસથી પોતાનું પ્રેમી દૂર થઈ જાય ત્યારે તે જરૂરદુઃખી થાય છે
પોતાનો પ્રેમ પૂરો ન થવાનું
પોતાની ગમતી વ્યક્તિથી દૂર થવાનું
પોતાના પ્રેમ ને પામી ન શકવું
પોતાની એકલતા,કોઈ ને ખોવાનો અફસોસ
લાગણીનો અસ્વીકાર,પોતાની જાત સાથેની ગડમથલ,
ખુદને મહત્વ ન મળવાનો અફસોસ,
જાતને સમર્પિત કરી દેવાનું દુઃખ,
ખુદને ભૂલી જઈ ને,બેસુમાર પ્રેમ કરવાનો અફસોસ,

પ્રેમ કોઈને દુઃખી કરતો નથી,પરંતુ પોતાના પ્રેમનો અસ્વીકાર ખુદ સ્વીકાર કરી શકતા નથી ત્યારે દુઃખી થાય છે.

જીવનના દરેક દુઃખ,તકલીફ,અફસોસ,એકલતા બધું જ એક ક્ષણ માં ભુલાવી સકાવાની તાકાત પ્રેમમાં છે, પરંતું તેના માટે આપણા જીવનમાં યોગ્ય પાત્ર,અખૂટ પ્રેમ કરનાર વ્યક્તિ મળે તો.માણસ તૂટી ને પણ ફરીથી ગળાડૂબ પ્રેમ કરી શકે છે,પણ સામે વાળું પાત્ર તમને દરિયા જેટલો પ્રેમ આપતું હોય,તો ગમે તેવો તૂટેલો,ભાંગેલો,એકલો માણસ પણ તેના પ્રેમમાં પલળ્યા વગર રહી શકતો નથી.આ છે એક સાચા પ્રેમની તાકાત...✍️

Gujarati Good Evening by Krupali Kapadiya : 111864540
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now