હોળી એટલે રંગોનો તહેવાર,
સ્નેહના રંગે રંગાઈ જવાનો વ્યવહાર.
ફાગણમાં રંગોની ફોરમ ફેલાશે,
કેસૂડો આજે મન ભરી ભિંજાશે.
ભક્ત પ્રહલાદની જીત આજે,
અધર્મની હાર કાજે,
આવ્યો હોળીનો પર્વ,
સનાતની સૌ કરે ગર્વ.
શાંતિનો રંગ સફેદ લાવો,
શૌર્યનો રંગ કોઈ ભગવો લાવો,
સમૃદ્ધિનો રંગ કોઈ લીલો લાવો,
આકાશનો રંગ કોઈ ભૂરો લાવો,
મેઘધનુ નાં સપ્તરંગ લાવો.
મનુષ્ય સૌ બેરંગી,
એનો સાચો રંગ શોધી લાવો.
આપ સર્વેને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.
-Writer Bhavesh Rawal