*રાધા* ની ચુંદડી *કાન્હા* ના રંગોથી રંગાઇ છે. *________________________________*
હોળી આવી છે, આવી છે , હોળી આવી છે,
રાગ, દ્વેષ, ઇર્ષા, માયા, હરેક બુરાઇને સળગાવી છે.
*હોળી આવી છે, આવી છે, હોળી આવી છે.....*
ઇદ્રધનુષના સાત રંગો અને પ્રકાશની રંગીન લાલી છે
ખુશીના હરેક રંગોમાં ઉડે ગુલાલની ઉજાણી છે.
*હોળી આવી છે, આવી છે, હોળી આવી છે.....*
ભાંગમાં મસ્તી જલેબીમાં મીઠાસ હવામાં ખુશી ગુલાબી છે
સ્નેહના દરીયામાં માનવની, માનવ સાથેની સગાઇ છે.
*હોળી આવી છે, આવી છે, હોળી આવી છે.....*
*કાન્હા* ની બંસરી આજ રંગોના સૂરથી વાગી છે,
*રાધા* ની ચુંદડી આજ *કાન્હા* ના રંગોથી રંગાઈ છે
*હોળી આવી છે, આવી છે, હોળી આવી છે.....*
*- જયવંતભાઇ બગડીયા / કવિરાજ*