દુશ્મન બોલ્યો કે ભાગ અહીંથી, નહિતર જન્મ કરશે પ્રશ્ન તારાથી,
દુશ્મન બોલ્યો કે ભાગ અહીંથી, નહિતર જન્મ કરશે પ્રશ્ન તારાથી,
પૂછશે તને તું છે શું આનાથી,
ચલ ભાગ અહીંથી.
થયો છે તું અનાથ બધાથી,
પડ ઘૂંટણિયે આગળ મારાથી,
માંગ ભિક્ષા તો દઈશ દયાથી,
પણ કહે છે દુશ્મન હવે ન આગળ વધ અહીંથી,
ફરી બોલ્યો ભાગ અહીંથી.
થર થર ધ્રુજતી ધરા નીચેની,
કાંપે હૈયું ધબકારા વગરથી,
દુશ્મન બોલ્યો ભાગ અહીંથી.
હવે તો છે લડાઈ આર યા પારની,
જીવથી વધારે આબરૂ છે માનની,
એમ તો હું હારીશ નહિ આનાથી,
હું તો નહિ ભાગવાનો અહીંથી,
દુશ્મન તોય રાડે ભાગ અહીંથી.
છેલ્લો અવસર આપુ છું દયાથી,
નહિતર વેળા જશે જીવવાની હવેથી,
છેલ્લીવાર કહું છું ભાગ અહીંથી.
ત્યાંજ પડ્યો ખભા પર હાથ ક્યાંકથી,
કહે નથી એકલો જરા જો આ બાજુથી,
લે આ તો મારા યાર ઊભા છે દહાડ લગાવી,
બોલ્યા ન કર ચિંતા જીવ ગુમાવવાની,
સમર્થતા છે અમારામાં યમરાજને પણ રોકવાની.
જોઈ યારો ને આવી હિમ્મત પર્વત ઉઠાવવાની,
એય દુશ્મન કહું છું હવે તું ભાગ અહીંથી,
હું નથી ડરતો હવે તારાથી. બોલ તો હવે જરા ભાગ અહીંથી.