માતૃભાષા દિવસ ની શુભકામના ✨
✍️શમણાંનો ભાર✍️
ઊડી છે નિંદ્રા કરી તને યાદ,
નથી ઝીલાતો હવે શમણાંનો ભાર
લાગે છે મન ઘોર અંધકાર,
નથી ઝીલાતો હવે શમણાંનો ભાર
કહે છે હૃદય સંભાળ મારી પૂકાર,
નથી ઝીલાતો હવે શમણાંનો ભાર
રહી છે એક આશ કે તું રહે પાસ,
નથી ઝીલાતો હવે શમણાંનો ભાર
આવે છે યાદ જાણે કોઈ ચમકાર,
નથી ઝીલાતો હવે શમણાંનો ભાર
થઈ જવું છે બસ તારી આરપાર,
નથી ઝીલાતો હવે શમણાંનો ભાર
' એકલપંથી '
- ભક્તિ સોની