❤️ *વેલેન્ટાઇન ડે ની શુભેચ્છા* ❤️
_____________________________
*"હેપ્પી વેલેન્ટાઇન ડે"*, સંદેશ લખી શુભેચ્છા આપી દીધી,
આપી દીધી ચિઠ્ઠી પવનને, પણ દિશાઓ એને મળી નહી
કિરણોની સીડી નીચે ઢળી ગઇ, ને ચાંદની ઉપર ગઇ નહી,
પતંગ આસમાન પર ચગાવી પણ દોર ગગન સુધી પહોંચી નહી.
પાંખો કબૂતરની ઉડાડી પણ મર્યાદા પાંખોની નડી ગઇ,
ઉપગ્રહ અને યાન ની ગાડી ચાંદ અને મંગળથી આગળ ગઇ નહી,
થાકી-હારી કંટાળી, હું તુજ ધ્યાનમાં બેસી ગયો,
તુ હદયમાં બેઠી હતી એટલે આસમાનમાં મળી નહી
*જયવંતભાઇ બગડીયા / કવિરાજ*
❤️❤️❤️❤️❤️❤️❤️