ઝુંપડીના ઉદ્ધારની વાતો કરનારના બન્યા મોટા મહાલય,
ખંજર લાગ્યું પીઠે વિશ્વાસઘાતની કહેવું પણ ક્યાં જઈ.
આ એકવીસમી સદીના યુવાનોને પાછા વાળો સર્જનો,
ચડ્યા છે માદક નશામાં, પહોંચે છે જુવાન રોજ સુરાલય.
ને યોજના આઝાદી કાળથી નીકળી છે દિલ્હી દરબારથી,
નથી પહોંચી ગામડે,.નડ્યો લાગે છે ભ્રષ્ટાચારનો હિમાલય.
ભ્રષ્ટાચારને ભ્રષ્ટ કહ્યું તો કહે ' જાણ હું નેતાનો દીકરો છું'.
સત્તાના જોરે બંધ કરાવી દઈશ હું તારા બધા પુસ્તકાલય.
અન્ન વગર મરે છે રોજ રોજ ભારતના અનેક લોકો અહીં,
ચૂંટણી આવતા મળે બાવન પકવાન ખુલ્લા છે ભોજનાલય.
એક કરે છે ભારત જોડો યાત્રા, એક કરે ઈમાનદારીની વાત,
એક કરે છે દિનપ્રતિદિન ઉભા ભાષણોમાં મોટા હવાલય.
આ પ્રજાનો પણ એટલો જ દોષ છે જેટલો નેતાઓનો છે,
મનોજ ખુલ્લામાં જાય જાજરે, ભલે બન્યા છે શૌચાલય.
મનોજ સંતોકી માનસ