મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી કિલો હોય છે
અને જયારે અગ્નિ સંસ્કાર બાદ તેની રાખનું વજન અઢી કિલ્લો જ હોય છે જિંદગી નું પહેલું કપડું જેનું નામ ઝભલું જેમાં ખિસ્સું ન હોય જે જિંદગી નું છેલ્લું કાપડ કફન એમાંય ખિસ્સું ન હોય તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધિ શા માટે ? આટલા દગા અને પ્રપંચ શા માટે ? લોહી લેતા પહેલાં ગ્રૂપ ચેક કરાય છે પૈસો લેતા પહેલાં જરાક ચેક કરશો એ કયા ગ્રૂપ નો છે ? ન્યાય નો છે ? હાયનો છે ? કે હરામ નો છે ? અને ખોટા ગ્રૂપ ના પૈસા ધરમાં આવી જવાથી જ આજે ધરમાં અશાંતિ .કલેશ. કંકાસ છે હરામ નો ને હાયનો પૈસો જીમખાના ને દવાખાના.કલબો ને બારમાં પૂરા થઈ જશે. ને તમને પૂરો કરી જશે બેન્ક બેલેન્સ વધે પણ જો ફેમેલી બેલેન્સ ઓછું થાય તો સમજવું કે પૈસો આપણ ને સૂટ નથી થતો !
એકવાત યાદ રાખજો જો કોઈ ની પાસે થી હરામ નો જો એક રૂપિયો પણ લીધો હસે સાહેબ તો તે ને તમે નહીં તો તમારી ઓલાદ ને રોય રોય ને ચૂકવો પડશે !