પૈસો
ઠેર ઠેર પૈસો જ પૈસો,
પહેલી નજરે પડતો પૈસો,
ડગલે ડગલે ચાલતો પૈસો,
ચારેકોર હાહાકાર પૈસો,
ઠેર ઠેર પૈસો જ પૈસો...

સુખમાં પૈસો,
દુઃખમાં પૈસો,
જીવનનો આધાર પૈસો,
સૃષ્ટિનો નિરાધાર પૈસો,
ઠેર ઠેર પૈસો જ પૈસો...

શિક્ષામાં ભણાતો પૈસો,
સજામાં સંભળાય પૈસો,
શિખામણમાં સમાતો પૈસો,
ઠેર ઠેર પૈસો જ પૈસો...

હવામાં પૈસો,
ધરતીમાં પૈસો,
જીવનની જાણે હવે વ્યાખ્યા જ પૈસો,
ઠેર ઠેર પૈસો જ પૈસો...

મજબૂરીમાં રડતો પૈસો,
મનોરંજનમાં નાચતો પૈસો,
માણસાઈની બલિહારી પૈસો,
ઠેર ઠેર પૈસો જ પૈસો...

પહેલા બનાવ્યો માણસે પૈસો,
હવે વારો બનવાનો માણસનો પૈસો,
હાય રે પૈસો હોય રે પૈસો,
ઠેર ઠેર પૈસો જ પૈસો.

Gujarati Thought by Kirtipalsinh Gohil : 111857291
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now