કહું કે સખી..!
કેવો છે મારાં મનનો માણીગર,
જાણે મારાં સુખદુઃખનો સોદાગર.
એની ચાહતનો રંગ છે લાલચોળ,
રહેતો હંમેશા મુજ પર ઓળઘોળ.
વ્હાલ એનો વરસતાં વરસાદની વાંછટ,
ભીંજાવા હુંય રાહ જોઉં બની ચાતક .
એની બાથમાં મારી દુનિયા સમાણી,
નામ એનું લેતાં જ હું તો લજાણી.
સાદ દે તો હજારો મોર મનમાં ગહેકતાં,
સ્પર્શથી એના મારા રોમ રોમ મહેકતા.
અબોલા જો લે તો કાળજે ચાલે કટાર,
મન મારું લાગે ના ,એના વિના લગાર.
જાણે હૈયાની હાલત તોય હરપળ ખીજવે,
રિસાવું જો,તો અઢળક વ્હાલથી ભીંજવે.
✍️ સરગમ
-Priyanka Chauhan