હું ચૂપ રહું એ તારા તરફનો લગાવ છે ,
ને લોક સમજે , કે બન્યો કોઈ બનાવ છે .
આપ્યું છે જિંદગીએ મને આમતો ઘણું ,
ડંખી રહ્યો સખત જે, એ તારો અભાવ છે .
જીવી રહ્યો મિજાજ સતત શબ્દ આશરે ,
મારે કશું જ બોલવું નહીં એ દબાવ છે .
છૂટા પડ્યાં પછીની સફરમાં કદીય પણ ,
રડવું જરા ન મારે, કર્યો એ ઠરાવ છે .
શ્વાસો સરી રહ્યાં છે હવે મોતની તરફ ,
સ્પર્શે તું એ જ આખરી, મારો બચાવ છે .
લાગે દિશા બધીય પ્રભાતે જો કાવ્યમય ,
કુદરતનાં સ્પર્શનો એ, નવાબી પ્રભાવ છે .
કાજલ કાંજિયા
19 April, 2019