The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લખવા માટે શબ્દો ની કમી નથી મારી પાસે પણ શબ્દો ને છંછેડુ ને તો ઘાવ રુઝાતો નથી.. 16-11-15
હું ચૂપ રહું એ તારા તરફનો લગાવ છે , ને લોક સમજે , કે બન્યો કોઈ બનાવ છે . આપ્યું છે જિંદગીએ મને આમતો ઘણું , ડંખી રહ્યો સખત જે, એ તારો અભાવ છે . જીવી રહ્યો મિજાજ સતત શબ્દ આશરે , મારે કશું જ બોલવું નહીં એ દબાવ છે . છૂટા પડ્યાં પછીની સફરમાં કદીય પણ , રડવું જરા ન મારે, કર્યો એ ઠરાવ છે . શ્વાસો સરી રહ્યાં છે હવે મોતની તરફ , સ્પર્શે તું એ જ આખરી, મારો બચાવ છે . લાગે દિશા બધીય પ્રભાતે જો કાવ્યમય , કુદરતનાં સ્પર્શનો એ, નવાબી પ્રભાવ છે . કાજલ કાંજિયા 19 April, 2019
જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે; કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે; તમારી આંખે ખુશીઓ છલકે, અમારી આંખે ખુમાર આવે. - શયદા
108 મણકાની માળા કરતાં મન ભટકે છે પણ, 500 ની નોટો નું બંડલ ગણતા મન સ્થિર રહે છે. વિચાર કરો ભગવાન ક્યાં છે..!
તારી સંગ વિતાવેલા એ દિવસોમાં સરી પડ્યો, આજે ફરી હું તને યાદ કરીને રડી પડ્યો, ગઈ રાતે આવ્યું મને એક અદ્ભૂત સ્વપ્નું, કે, તને સામે જોતાં જ તારી બાહોમાં ઢળી પડ્યો, મને શું ખબર, તારી યાદ આટલી આવશે! લાગ્યું જાણે બ્રહ્માંડમાંથી કોઈ તારો ખરી પડ્યો. પછી યાદ આવી તે આપેલી એક નિશાની, બેબાકળો બની એ તસવીર શોધવા વળી પડ્યો, જ્યારે મેં જોયો તારો એ હસતો ચહેરો, તારી સંગ વિતાવેલા એ દિવસોમાં સરી પડ્યો..
બીત ગયે વો દિન જબ હમ છોટે થે, મન કે કચ્ચે થે, પર દિલ કે સચ્ચે થે, ચહેરે પે હમારે મુસ્કુરાહટ થી, ભલે થોડી સી પર, પ્યારી થી, ન્યારી થી, લડતે થે, ઝઘડ્તે થે, ગુસ્સા તબ ભી થા, લેકિન પ્યારા થા, ન્યારા થા, અબ સબ કુછ બદલ ચુકા હૈ, દિમાગ દિલ પર હાવી હો ચુકા હૈ, ગુસ્સા પ્યાર કે પાર હો ચુકા હૈ, મુસ્કુરાહટ ભી ફોર્મલ હો ચુકી હૈ, બચપણ કી યાદો કા દફન હો ચુકા હૈ. ૧૦/૦૩/૨૦૧૧
બીત ગયે વો દિન જબ હમ છોટે થે, મન કે કચ્ચે થે, પર દિલ કે સચ્ચે થે, ચહેરે પે હમારે મુસ્કુરાહટ થી, ભલે થોડી સી પર, પ્યારી થી, ન્યારી થી, લડતે થે, ઝઘડ્તે થે, ગુસ્સા તબ ભી થા, લેકિન પ્યારા થા, ન્યારા થા, અબ સબ કુછ બદલ ચુકા હૈ, દિમાગ દિલ પર હાવી હો ચુકા હૈ, ગુસ્સા પ્યાર કે પાર હો ચુકા હૈ, મુસ્કુરાહટ ભી ફોર્મલ હો ચુકી હૈ, બચપણ કી યાદો કા દફન હો ચુકા હૈ. ૧૦/૦૩/૨૦૧૧ #RayRay
મનના ચાર શબ્દો મળી ને પંક્તિઓ રચાય છે, શું ખબર શું લખાય છે? કવિતા, ગઝલ, ગીત કે બીજું? મને ક્યાં ખબર છે છંદો ની કે નથી ખબર પ્રાસ, અલંકારો ની, છતાં અમથું જ ક્યારેક લખાય છે, ક્યારેક લખવા બેસું ને લખાતું નથી ને ક્યારેક રમતા રમતા લખાય છે, મનના ચાર શબ્દો મળી ને પંક્તિઓ રચાય છે. ૦૬/૦૩/૨૦૧૧ #RayRay
મારા શબ્દનું માંગુ લઇને આવું છું, તારી એક ગઝલ કુંવારી રાખજે..! ❤️
જીવવું હોય તો ઘર માં મરો ને😁
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser