મન બેચેન રહે છે, ખબર નહીં કેમ ?
આમ જ દિવસ ને રાત વીતે છે!
કંઈ ખૂટે છે નિરંતર મુજ મહી,
હું શું શોધું છું? એ જડતું નથી!
મન ઝાંઝવાના રણે ભટકે છે!
આ મૃગ તૃષણા કેવી છે?
ને આંખોનાં આંસુ પણ
પાંપણે આવી અટકે છે.
શું શોધે છે મન?
કંઈ જ ખબર નથી મને,
આસપાસનો શૌર હવે,
ભીંતર મારું રુંધે છે..l
એકલતામાં તલાશ કોની છે?
ભીડમાં એકલતા કેવી છે?
કંઈ જ ગમતું નથી..
કંઈ જ સમજાતું નથી.
ઉંમર છે કે આમ જ
હાથમાંથી સરકી જાય છે.
મનની વાતો કોઈ સમજી શકે તેમ નથી,
અંતરનો બળાપો કોઈ શમી શકે એમ નથી!
આત્મા પર જે બોજ છે,
એ બોજ ખૂબ જ ભારે છે.
એવુ નથી કે ઝખ્મો રુંજાતા નથી.
પણ ક્યારેક ક્યારેક એ નાસુર બની જાય છે.
ત્યારે ભયંકર પીડા સાથે ભીંતર ચિખે છે.
આ દર્દમાં દુનિયાનો શૌર નહિવત લાગે છે.
દર્શના રાધે રાધે