શારીરિક સ્વાસ્થ્ય બગડે તો હજાર ટેસ્ટ છે બીમારીનું નિદાન પકડવા પણ માનસિક સ્વાસ્થ્ય બગડે ત્યારે ક્યો ટેસ્ટ કરાવવાનો એ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. જ્યારે શારિરીક તપાસનાં બધા જ રીપોર્ટ નોર્મલ આવે ત્યારે છેલ્લે ડોક્ટર એવું તારણ કાઢી શકે છે કે માનસિક અસ્વસ્થતાને લીધે આ શારિરીક તકલીફ શરૂ થઈ છે. જ્યાં સુધી માનસિક અસ્વસ્થતાનુ નિદાન પકડાય છે ત્યાં સુધી તો મોડું થઈ ગયું હોય છે, જેમ શારિરીક બીમારીના નિદાનમાં વધારે સમય લાગી જાય તો પરિસ્થિતિ વણસી શકે છે એવું જ માનસિક અસ્વસ્થતા માટે પણ હોય છે. જેટલો વિલંબ આપણે માનસિક બીમારીનું નિદાન કરવામાં થાય છે એટલી જ માનસિક અસ્વસ્થતા પર વધારે અસર પડે છે.
માનસિક બીમારીના લક્ષણો તો મળી જાય છે પણ આપણે એને અવગણી દઈને પરિસ્થિતિ વધારે બગાડી દેતા હોઈએ છીએ.