તમને ફુલ દીધાનુ યાદ
*********************

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટકરીઓની સાખે તમને ફુલ દીધાનુ યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે, સોનલ.....
અમે તમારી ટગરફુલ-શી આંખે ઝુલ્યા ટગર ટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેલીઓને તમે ટેરવા ભરી કેટલી વાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફુલ દીધાનું યાદ
અડખેપડખેના ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં
એકલદોકલ કોઈ ઊછળતું સસલું દોડી જતાં ઝાંખરા પરથી પર્ણો ખરતાં
તરે પવના લયમાં સમળી તેનાં છાયાં છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા
ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એકસામટું
પાંખ વીંઝ્તું હવા જે વડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ

ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

= કવિ રમેશ પારેખ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111846871

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now