કુદરત આ તારો કેવો ન્યાય છે ?
જન્મ સાથે ઉદગમ ત્યજી મને નીચે પટકી ,
ભેખડો સાથે હું અથડાઈ ,
હજારો માઈલો મેં પગપાળા કાપ્યા ,
તરશ્યા જનને તૃપ્ત કર્યાને , ધરામાં ધનને ધન્ય ખીલ્યા ,
આટલું ઓછુ હતું ત્યાં એમાં હજારોના મળ મૂત્ર તજયા ,
અંતે ભળી હું સાગરમાં અને અલોપ થયું અસ્તિત્વ મારુ ,
હજારો વર્ષોનો આ દોર રહ્યો અને અને હું પોતે પણ ભૂલી
કે મારું નામ શું ?
-અવનીશ