કરતો રહ્યો માણસ ખેલો ઉપર ખેલ,
ના સમજ્યો એ જીવ કદી સાચો ખેલ,
હું કરું, ના કરે તું એમ બોલતો સદા વેણ,
ના સમજીને એ કરી આવતો ખોટો ખેલ,
મનમાં વાતો સંઘરીને કરતો રોજનો ખેલ,
ના તરીને એ બહાર આવતો કપટનો ખેલ,
માને તે નચાવે બીજાને મીઠા બોલ,
ના દેખાતી એ દોરી વડે જાતે નાચતો ખેલ,
કરતો રહ્યો માણસ ખેલો ઉપર ખેલ,
ના સમજ્યો એ જીવ કદી સાચો ખેલ..
મનોજ નાવડીયા