મળી જાઈ તોય કૈઈક ઓછું લાગે છે,
શું આ અસંતોષની પણ કોઈ દવા ખરી !
પાપોનો ઢગલો આમજ વધતો જાય છે,
શું આ પુણ્ય કરવાની પણ કોઈ દવા ખરી !
જ્યાં હતો ત્યાજ આવીને ઉભો રહું છું,
શું આ કર્મ કરવાની પણ કોઈ દવા ખરી !
માનતો નથી હું બીજાની સાચી વાતોને,
શું આ વિશ્વાસ કરવાની પણ કોઈ દવા ખરી !
મનોજ નાવડીયા