દેતી નથી...
મારી આદત હું તને બનાવું છું પણ
તું દૂર રહીને આદત બનવા દેતી નથી..
દર્દ ઘુંટાતું ગયું દિલમાં એ વિરહનું..
શું કરું? તું ચાહવા પણ દેતી નથી..
અહીં સહુ પોતાની દુનિયામાં મસ્ત છે
હૃદયના ઘાવની દવા તું કેમ દેતી નથી..
મળવું તો ઘણું છે પ્રિયને ઉમંગથી
બેડીઓ મુલાકાત કરવા દેતી નથી..
પ્રણયની આગમાં જલી રહ્યો બકુલ
થશે ક્યારે દીદાર ઝલક તું દેતી નથી..
-બકુલની કલમે... ✍️
ગઝલ
11th Oct 2022
19.45