જિંદગી જે શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર
જિંદગીની કસોટીમાંથી ઘણા સંબંધો પસાર થાય છે,
અમુક નીકળે છે સાચું સોનું
તો અમુકના પાણી મપાય જાય છે
શતરંજ હોય કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ રાખવી પડે છે દોસ્ત
એક સંતોષપૂણૅ જિંદગી જીવવા માટે એ સ્વીકાર કરવો જરૂરી છે કે,
બધું બધાને નથી મળતું
તકલીફ બંને છેડે સરખી જ છે,
માણસને ઇશ્વર નથી મળતો,
ને ઈશ્વરને માણસ
-Jas lodariya