સમયની સાથે
સમય સાથે માણસ ચાલે છે,કે સમય માણસ સાથે ચાલે છે,એ સમજાતું નથી.
લોકો કહે; સમય બદલાઈ ગયો છે,આ માણસના વર્તનમાં ફેરફાર આવી ગયો છે.
સમય ક્યારે બદલાયો નથી,એતો એની મેળે જીવન સાથે ચાલી રહ્યો છે,બદલાઈ તો માનવ ગયો છે.
પહેલા જમાનામાં લોકો એકબીજાની પ્રરવા કરતા અને સમય સાથે અનુસંધાન કરી ચાલતા હતા.લોકો પાસે સમય હતો.
અત્યારના વર્તમાન સમયમાં લોકો પાસે સમય નથી,સમય છે પણ એમના જેવા સમોવડિયા લોકો માટે..એમની સાથે આપોઆપ સમય સાથે સંતુલન થયી જાય છે.
જ્યારે કોઈ મિત્રને એમની જરૂર હોય,હૂંફની જરૂર હોય ત્યારે કહે છે કે શું કરું સમય મળતો નથી .
દરેકનો સમય બદલાય છે.પણ કરેલું વર્તન સમય સાથે યાદ રહી જાય છે.
સમય સાથે ચાલો ,મિત્રો,કુટુંબીજનો,અને દિલમાં રહેનારા લોકોની સમય સાથે તાલ મિલાવીને ચાલો હમેશા સમય સાથે જીવન પણ ઘડિયાળના કાંટા ની માફક ખૂબ સુરત બની જશે.
ટેકનોલોજીની દુનિયામાં વ્યસ્ત રહો પણ એટલા નહિ કે લોકો આપણાથી દૂર થયી જાય,અને જ્યારે આપણે જરૂર હોય ત્યારે ફક્ત સમય આપણી પાસે હોય પણ નજીકના લોકોને આપણાથી દૂર કરી દીધા હોય.
સમય સાથે પરિવર્તન જરૂરી છે,પણ એટલું નહિ કે લાગણીઓ વ્યક્ત કરવામાં સમય નીકળી જાય,અને જીવન તમારું પૂરું થયી જાય.
સમય સાથે જીવન જીવવાની જડીબુટ્ટી એટલે સમય સાથે લોકોને આપણી સાથે લાગણીથી જોડાયેલા રાખવા.
જય શ્રી કૃષ્ણ
-Bhanuben Prajapati