Gujarati Quote in Motivational by Nayana Viradiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મઝધાર

નૈયા મારી મઝધારે હાલક ડોલક થાય છે‌,

ચાલીસી વટાવી મેં હવે થોડી ઠરીઠામ થાય છે,


બાળપણમાં હસતા રમતા બિન્દાસ જીવાય છે,

નૈયા મારી મઝધારે હાલક ડોલક થાય છે‌,


કિશોરાવસ્થા ભણતરના ડગલા એક પછી એક ચડાય છે,

યુવાની ઉછળે જીવનદરિયે સફળ થવા આમ તેમ અથડાય છે,

નૈયા મારી મઝધારે હાલક ડોલક થાય છે‌,


સંબંધોના સથવારે જોડી જીવનને જવાબદારીએ બધાંય છે,

ઘર પરિવારને બાળ ઉછેરમાં ખુદનું અસ્તિત્વ ખોવાય છે,

નૈયા મારી મઝધારે હાલકડોલક થાય છે‌,


ચાલીસે પહોંચેલી નૈયા હવે મઝધારે અટવાય છે,

પરિવાર, પુત્ર ને સેટલ થવામાં શરીર થોડું લથડાય છે,


મઝધારે હવે ખુદ માટે જીવવા મન મૂંઝાય છે,

મઝધારે નૈયા મારી હાલકડોલક થાય છે,


રંગ, રૂપ ને યૌવન આથમી ગયું હવે હેલ્થ માંડ સચવાય છે,

જીવી લેવા મન મારૂં ચારે તરફ વલખાં મારતું જણાય છે,

મઝધારે નૈયા મારી હાલક ડોલક થાય છે.

Gujarati Motivational by Nayana Viradiya : 111830698
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now