😆😆👌👏😆
*એક ગણિત શિક્ષક ફરવા ગયાં !!*
*સાંજે રેસ્ટોરન્ટમાં પિઝા ખાવા ગયા !!*
*તેણે મેનુ જોયું અને 9 ઇંચનો પિઝા મંગાવ્યો !!*
*થોડી વાર પછી વેઈટર ગુરુજીની સામે 5 ઈંચના બે ગોળાકાર પીઝા સાથે દેખાયો અને કહ્યું, ... "સર! 9 ઇંચનો પિઝા ઉપલબ્ધ નથી, તેથી તમને 5-5 ઇંચના બે પિઝા આપવામાં આવી રહ્યા છે, જેથી તમને 1 ઇંચનો પિઝા મફતમાં મળી રહ્યો છે!"*
*ગણિતના શિક્ષકે પેલા વેઈટરને રેસ્ટોરન્ટના માલિકને બોલાવવા કહ્યું!*
*જ્યારે રેસ્ટોરન્ટના માલિક આવ્યા ત્યારે ગુરુજીએ તેમને ખૂબ પ્રેમથી પૂછ્યું કે, "તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે?"*
*માલિકે કહ્યું, 'સાહેબ! હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું."*
*ગુરુજીએ ફરી પૂછ્યું કે, "તમે ગણિત ક્યાં સુધી ભણ્યા છે?"*
*માલિકે કહ્યું, "સાહેબ! ગ્રેજ્યુએશન સુધી!"*
*ત્યારે ગુરુજીએ કહ્યું કે, "શું તમે મને કહી શકો કે ગણિતમાં વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે?"*
*માલિકે કહ્યું, "સર, "πr²" એટલે કે....π×ત્રિજ્યા×ત્રિજ્યા".*
*ગુરુજીએ કહ્યું,*
*"ઓકે, સરસ."..!*
*આગળ તેમણે કહ્યું, "હવે જ્યાં π= 3.142857 અને તેની સાથે ગુણકારમાં વર્તુળની ત્રિજ્યાનો વર્ગ છે.''*
*સાહેબે આગળ ચલાવ્યું, "મેં તમને 9 ઇંચ વ્યાસના પિઝાનો ઓર્ડર આપ્યો, જેનો સૂત્ર અનુસાર વિસ્તાર 63.64 ચોરસ ઇંચ છે!, શુ હું સાચો છું ?"*
*રેસ્ટોરાં માલિકે કહ્યું, "હા! તમે એકદમ સાચા છો!"*
*હવે ગુરુજીએ આગળ કહ્યું કે, "તમે મને 5 ઈંચના બે પિઝા આપ્યા છે એમ કહીને તમને 1 ઈંચનો પિઝા ફ્રી આપવામાં આવી રહ્યો છે ...*
*હવે તમે એક 5 ઈંચના એક પિઝાનો વિસ્તાર ગણી કાઢો!*
*જે થયો 19.64 ચોરસ ઇંચ,*
*અને એવા 2 પિત્ઝાનું કુલ ક્ષેત્રફળ થાય 39.28 ચોરસ ઇંચ"*
*હવે ગુરુજીએ કહ્યું કે, "જો તમે મને ત્રીજો 5 ઇંચ(ત્રિજ્યા)નો પિઝા આપો તો પણ હું ખોટમાં રહીશ!!!*
*અને તમે કહી રહ્યા છો કે મને 1 ઇંચનો પિઝા મફતમાં આપવામાં આવી રહ્યો છે!!!!!!!"*
*રેસ્ટોરન્ટનો માલિક ચૂપ થઈ ગયો!!*
*પોતાની ચોરી અને ખોટી દાનત પકડાઈ જાય પછી એવા લોકો કોઈ જવાબ આપતા નથી!!*
*અંતે તેણે ગુરુજીને 5 ઇંચના 4 પિઝા આપીને પોતાનો જીવ બચાવ્યો !!*
*બસ, આવી જ રીતે મોલ વાળાઓ, નેટવર્કિંગ વિક્રેતાઓ અને ઓનલાઈન વિક્રેતાઓ તેમજ વિદેશી કમ્પનીના ભારતીય ફ્રેન્ચાઈઝી ધારકો તમને છેતરે છે....*
*અને તમો, સ્ટેટ્સ સિમ્બોલના ચક્કરમાં બુદ્ધિ ગીરવે મૂકીને હોંશેહોંશે છેતરાવ છો....!*🤔😩
*કૃપા કરીને શિક્ષકોને ક્યારેય ઓછા ન અંદાજશો, ખાસ કરીને વિજ્ઞાનગણિતના શિક્ષકને....!*
*આદરણીય શિક્ષકોને સમર્પિત !!*