Gujarati Quote in Poem by તેજસ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જરા સાંભળને, મારે તને કઈક કહેવું છે.
સામે બેસને મારી, તને આમ જ જોતું રહેવું છે.
ખબર છે કે આજુબાજુમાં બહું મોટી ભીડ છે,
આ લોકોના ટોળાં વચ્ચે મારે તારું થઈને રહેવું છે... જરા સાંભળને.

સવારની ચા તો ફક્ત તારી સાથે જ પીવી છે.
બપોરની પળોમાં તને મારી કવિતાઓ કહેવી છે.
સાંજનો સૂરજ ઢળતા તારો હાથ પકડીને ફરવું છે.
ઝગમગતા તારલા નીચે તારી સાથે જાગતું રહેવું છે...જરા સાંભળને.

શિયાળાની ઠંડીમાં તારી વાતો હૂંફની ગરજ સારે છે.
ગરમીની મૌસમમાં તું મારાં મનને બરફની જેમ ઠારે છે.
વસંતની ઋતુમાં તારા ગાલોને ફૂલોની જેમ ચૂમવું છે.
ઝરમર વરસતા વરસાદમાં તારો હાથ પકડીને ઝૂમવું છે... જરા સાંભળને.

તારું સ્મિત મને નિર્દોષ બાળપણની યાદ અપાવે છે.
કાળી આંખો હંમેશા તારા પ્રેમમાં પડવાનું કારણ આપે છે.
તારાં આંખના ઈશારા મારા દિલની ધડકન વધારે છે.
તારો એ સ્પર્શ મારાં રોમ-રોમમાં પ્રેમનું સંગીત વગાડે છે... જરા સાંભળને.

-તેજસ

Gujarati Poem by તેજસ : 111830640
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now