Gujarati Quote in Blog by Harsha Trivedi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ સંઘી ગુજરાત થી મુંબઈ આવી ને પોતાની કહેવાતી સ્ટ્રગલ ની વાત કરે ને એટલે અમારા જેવા બોર્ન એન્ડ બ્રોટ અપ ઈન મુંબઈ વાળા લોકો નું ફટકે. તમે મુંબઈ પોતાની મરજી થી આવ્યા. કોઈ મુંબઇકરે તમને કંકોતરી લખી ને મુંબઈ ની વસ્તી વધારવા બોલાવ્યા ના હતા. તમે ગુજરાત માં તમારા ગામડે રહી ને શું કરતા હતા ? પાન માં ચૂનો લગાવતા હતા કે સાયકલ નું પંક્ચર રીપેર કરતા હોય કે નાની દુકાન માં પાન ના ગલ્લે બેઠા હોય . તમારી લાઈફ એટલી જ સીમિત હોય . એમાં થી તમે બહાર આવવા તમે મુંબઈ આવો. એમાં તમે છોડ્યું શું ? નાની સરખી જિંદગી જેમાં ક્યાંય બારી હતી નહિ. ને જો તમારા નસીબે તમને કોઈ તમારા જેવા ગુજરાત નો સંઘી લોકો મળી જાય તો એ તમને આસમાન માં પણ બેસાડે , કોઈ જાત ની શૈક્ષણિક લાયકાત કે અનુભવ વગર મુંબઈ માં સારી નોકરી, છોકરી, પોઝિશન , ને સરકારી લાગવગ થી તમને મુંબઈ ના પરા માં ઘર પણ અપાવે તો એવા તમારા પર અનન્ય ઉપકાર કરેલ વ્યક્તિ જે તમને મુંબઈ મહાનગરી માં ગોઠવી દે છે એને તમારા ચામડી માં થી જોડા કરી ને પણ આપો તો એ પણ ઓછા છે.



બની શકે એ જ સંઘી લોકો અન્ય તમારા પછી આવેલ એ જ કંપની માં કોઈ ભણેલ , સારી નોકરી છોડી ને આવેલ , હોશિયાર વ્યક્તિ ને તમારા અડધા પગાર થી પણ ઓછા પગારે નોકરી રાખી હોય . અમારા જેવા કોઈ સ્પષ્ટવાદી ને તડાફડી કરનાર હોય કે કોઈ છોકરી હાથ માં સંઘીઓ ના આવે નહિ એટલે એની સાથે તદ્દન તમારા કરતા ઉલટો ભેદભાવ કર્યો હોય. કદાચ એ વ્યક્તિ એ એમને વધુ પડતો ખોટો ભાવ ના આપ્યો હોય , કાળા રંગ થી લઇ ને અનેક પ્રકાર ના સંઘીઓ ના મન માં દ્વેષ હોય જેમ કે અમારા જેવા હાઈબ્રીડ હોય .સંઘીઓ ની પરિભાષા સંઘીઓની માનસિકતા જાણવા અગત્ય ની છે. જે હોય તે .



સાગર માં ઝંપલાવાની હિમ્મત કોની કહેવાય જેમાં એક હવા માટે બારી પણ નથી એ જિંદગી છોડી ને આવનાર કે જેની પાસે બધું હોય સરકારી નોકરી થી લઈને બધું જ એ છોડી ને સાગર માં ડૂબકી મારે પોતાની ટર્મ્સ ને કન્ડિશન પર જીવવા ?



નાગા પાસે કશું હોય નહિ એટલે એને ત્યાગ કર્યો ના કહેવાય . પણ જેની પાસે બધું જ હોય એ છોડે એ સાગર માં ઝંપલાવા ની વાત છે .

Gujarati Blog by Harsha Trivedi : 111830032
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now