વગર લાયકાતે બધું મેળવનાર ને જિંદગી માં બધું સહેલું જ લાગતું હોય છે કારણ એમની એક માત્ર લાયકાત ખુશામત કળા હોય છે. જિંદગી માં બધા ને ખોટું ખોટું મીઠું મીઠું બોલીને એ લોકો બધું મેળવતા હોય છે. એમને જિંદગી ના કોઈ વેલ્યુ સાથે નાહવા , નીચોવાનો સબંધ હોતો નથી. તમે જોજો સોશ્યિલ મીડિયા માં કેટલાક લોકો હંમશા અન્ય લોકો ની ખુશામત ,ચાંપલાગીરી જ કરતા હોય છે એના મૂળ માં એમનો પોતાનો જ સ્વાર્થ હોય છે. એ બધા ને ગુરુ , દોસ્ત , ભાઈ ને બેન જ ગણાવતા હોય છે. ભલા માણસ તારી સગી માઁ ને તારા ઘરે શહેર માં રાખી શકતો નથી ને તું મધર્સ ડે માં શાનો દેખાડો કરે છે ? તે જયારે લાયકાત વગર નું મેળવ્યું ત્યારે કોઈ એ લાયકાત હોવા છતાં ગુમાવ્યું હશે . વહેલો કે મોડો સમય આવે કુદરત બધા નો હિસાબ ચૂકતે કરતો જ હોય છે.