આવી આવી ચુંટણી આવી
કાગડાઓ ને છેતરવા
મીઠા બોલા પક્ષ,વિપક્ષના
નેતા કોયલ જેવું ટહુક્યા
કુકુકુ......કરતા
નોનવેજ ને વાઈન લાવી
ચુંટણી આવી
ચિકન- મછીને દારૂની
રેલમ-છેલ જામી
આવી આવી ચુંટણી આવી
ફરી એ વાયદા,સમાનતા
સનાતન ધર્મની વાતો લાવી
અંતે ફેલાયું ઝેર નાત જાત નું
ધર્મ નું ને અધર્મી નેતા
કચડાની જેમ રંગ બદલી
ધજાફરકાવાની વાતો કરતા,
રોજગારીની વાતો કરતા,
નારી સુરક્ષાની વાતો કરતા,
ફરી પ્રજા છેતરાઈ કાગડાની જેમ
નેતાની પાછળ ફરતા ગલીના,મોહલ્લાના,
સોસાયટીના ,ગામ , શહેર, રાજ્ય,દેશના
નાના નેતા ઓ બધાનું ચિકન, વાઈન, ચવાણું
ચાવ કરી ગયા ને કે પતી ગયું....
ચૂંટણી પતી ને શપથ લેવાયા
ને ફરી પાંચ વર્ષે મો બતાવ્યું
ને ભિખારી થઈ પાંચ વરસ
ભીખ મગાવનાર નેતાઓ
મત લેવા આવી ઘરના દ્વારે ઉભા
શરમ, ધરમ ને કરમ વિનાના
ધજાઓ ફરકાવશે,
બેરોજગારી,ગરીબી, અસ્પૃશ્યતા
દૂર કરશે, મિટાવી દેશે જડમૂળથી,
સ્વચ્છતા,સમાનતા,સભ્યતા,સ્વસ્થતા લાવશે
જેવા ઠાલા વચનો લઈ
ખાદીનો ઝભ્ભો પહેરી કોયલો આવી લઈ
ચૂંટણી ઢંઢેરો ને રેલીયો કરતા.
ફરી કાગડાઓ છેતરાવાના,
ને આ કોયલો જેવા નેતા છેતરવાના
નોંધ :- કોયલ પોતાના ઈંડા કાગડાના માળામા મૂકે
કાગડો પોતે પોતાના છે તેમ સમજી શિવે
અને બચ્ચું મોટું થઈ બોલે ત્યારે સમજાય
કે આ કાગડાના નહિ કોયલના બચ્ચા છે.
આમ મત માંગવા આવનાર નેતા કોયલ
જેવો કપટી હોય છે ને આપણને કાગડા
બનાવે છે ને આપણે દર પાંચ વર્ષે બનીએ છીએ .......