સૂરજના કિરણો ધરા પર પથરાય છે
ત્યારે ઉગે છે નવો દિવસ
કિરણોના પ્રકાશમાં અંધકારનો નાશ થાય છે
ત્યારે ઉગે છે નવો દિવસ...
પંખીઓ કલરવ આકાશને સંભળાય છે
ત્યારે ઉગે છે નવો દિવસ...
ફૂલોની ખુશ્બૂથી બાગ મ્હેકી ઉઠે છે
ત્યારે ઉગે છે નવો દિવસ...
મીઠી ચાયથી શરૂઆત થાય છે
ત્યારે ઉગેછે નવો દિવસ
ભૂતકાળનો નાશ અને ભવિષ્યનો ઉદય થાય છે
ત્યારે ઉગે છે નવો દિવસ...