“બહુ ભારે કરી”
વાત સાવ નાની હતી,
તેં મોટી કરી,
બહુ ભારે કરી!
એક સુંદર છબી
તેં કદરૂપી કરી,
બહુ ભારે કરી!
આવી તારી ભૂમિ પર
પાથરી ચાદર રંગબેરંગી
સુગંધીદાર ફૂલોની,
મેં રમણીય કરી!
તેં
એના પર
કંટકોની પથારી કરી,
બહુ ભારે કરી!
ચાલી અજાણપણે તેના પર
મેં
રક્ત નીતરતી ભૂમિ કરી!
આવી આંખોની ગલીમાં
પાંપણો
મારી
તેં ભીની કરી,
બહુ ભારે કરી!
બેધારી છરી મારી
તેં
ઉરે મારા
વસવાટ કરી!
છીનવી લીધું હાસ્ય
પણ
તેં
પ્રેમભરી વાતો કરી,
બહુ ભારે કરી!
વિશ્વાસ પર
વિશ્વાસઘાત કરી
બારી નાની
પણ,
ખોલી’તી મેં,
તેં બંધ કરી!
બહુ ભારે કરી!