ધીમે હાલરડા હાકો
______________
ધીમે હાલરડા હાકો , મહાવીર મારા સુતા છે,
મીઠા મીઠા હાલરડા ગાવ, જગત ના નાથ મારા સુતા છે,
આખો ખોલશે ને જગત આખા નો ઉધ્ધાર છે,
હસતા મુખડા થી જગત ના બાગ ને ઉજવણી ની સુવાસ છે,
પ્રભુ, પા પા પગલી ઓ તારી, જગત આખા ના મારગ ની પાળ છે
પ્રભુ, તુ ખારા મહાસાગર મા મીઠા જળ ની ધાર છે,
વિષ જગત નુ લઇ તુ તો દૂધ ની ધાર વહાવે છે,
વેર ઝેર નો નાશ કરી , તુ ક્ષમા - પ્રેમ નો માર્ગ બતાવે છે,
મારગ તારો ને સમજણ અમારી, એ જ જૈન ધરમ નો સાર છે.
જયવંત ભાઇ બગડીયા / કવિરાજ