હા , અગાઉ એક વખત ઈશ્વર પાસે પોતા માટે ન્યાય માંગ્યો હતો. અમે બહુ પ્રેક્ટિકલ નહિ એટલે પૈસા થી લઇ ને બધી વાતો લાઈટલી લઈએ . જવા દે બધું એમ વિચારીને લેટ ગો કરતા રહીએ પણ જયારે માઝી સટકતે ત્યારે અમે કોઈના નહિ. વર્ષો પહેલા કેરિયર માં થયેલી રમત માં એ વ્યક્તિ ગુનેહગાર છે કે નહિ ? એ ખબર પડતી ના હતી એટલે ઈશ્વર ને આંસુ સાથે પ્રાર્થના કરેલી તું બધું જાણે ઈશ્વર એટલે તું ન્યાય કરજે . જો ગુનેહગાર હોય તો 15 દિવસ માં એનું મૃત્યુ થાય . 15 દિવસ પછી નો એક દિવસ પણ જીવે તો એ નિર્દોષ છે એવું માનીશ .રવિવાર ની એ પ્રાર્થના પછી ના રવિવારે સવારે પથારી માં ડોહા ના મૃત્યુ ના સમાચાર ફોન માં અમિત શાહ ના ટવિટ માં વાંચ્યા . દિલ માં જે ટાઢક થયી છે ને જે મન માં સ્પષ્ટતા થયી ગયી એ હજી યાદ છે. ઈશ્વર સાથેની મૈત્રી અમારી વધુ ગાઢ થયી .