Gujarati Quote in Poem by Hetaljoshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ તો હ્રદય ને પારખવા વાળું મળશે
કોઈ તો મને સમજવા વાળું મળશે
આ દુનિયાની ભીડ માં કોઈએક એવું હશે જ મારા માટે આ દુનિયામાં આવ્યું હશે
જે મને હ્રદય થી પ્રેમ કરશે
જે મારા મનના ભાવો ને સમજશે
કોઈ તો હશે જે મારા મૌન ને પણ સમજશે
કોઈ તો હશે જે મારી આંખો ને વાંચશે
કોઈ હશે જ કહ્યા વિના ની મારી વાતો ને સમજશે
ક્યારે મળશે આવું કોઈ એની
મને પણ ક્યાં ખબર છે
આતો પ્રેમ કલ્પના ઓમાં વસનાર છે
હકીકત માં કોઈ આવું છે કે નહીં
એની મને પણ ક્યાં ખબર છે
બસ આવા કોઈ ની રાહ જોવે આ પાગલ મન હકીકત ની એને પણ ક્યાં ખબર છે
ભાવો અને લાગણીઓથી ભરેલું હ્રદય
વાટ એની દિવસ -રાત આ મન જોવે છે
એ સપનાઓ માં રહેનાર ને કહો હકીકત માં પણ આવે
આ દુનિયા હકીકત ની છે સપનાઓની નહીં એ વાત કોઈ એને પણ સમજાવે

હેતલ. જોષી... રાજકોટ

Gujarati Poem by Hetaljoshi : 111828547
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now