આજે વાત કરું છું ભદ્ર સિવિલ કોર્ટની. 24 તારીખે કોઈ સગા સાથે કામ માટે ત્યાં ગયેલો.
મને યાદ આવ્યું 1999 જ્યારે કોઈક સાક્ષી આપવા મેટ્રોપોલિસ કોર્ટ મિરઝાપુર ગયેલો. બહાર સંપૂર્ણ અંધાધૂંધી, આસપાસ ઉભવું ગમે નહિ તેવા માણસો, સતત બીડીની વાસ, કોઈ ' મેજિસ્ટ્રેટ સાહેબ ના માણસ ' એટલે કે એજન્ટ જેવા લાંચ લઈ કામ પતાવી આપવાનું કહેતા લોકો ( મેજિસ્ટ્રેટ ક્યારેય કોઈ દલાલ ન મોકલે. મને ન્યાય તંત્ર પર માન છે ) અને એક બોર્ડ પર નોટિસ જેમાં આજના કેસો લખ્યા હોય. લગભગ દર 20 થી 25 મિનિટે નવો કેસ હાથ પર લેવાય. આગલા નો મૌખિક ચુકાદો પણ કહેવાઈ ગયો હોય.
સામે 24.8.22 ના ભદ્ર સિવિલ કોર્ટ જોઈ. સ્વરછ કમ્પાઉન્ડ, હું કાર કે સ્કૂટર નહોતો લઈ ગયો કેમ કે પાર્કિંગ હશે કે નહિ તેનો ડાઉટ હતો પણ પૂરતું ટુ વ્હીલર પાર્કિંગ અને લગભગ તો જગ્યા મળી જાય તેવું કાર પાર્કિંગ.
અંદર જવા BRTS માં હોય છે તેવું ચક્કર સિક્યોરિટી ફેરવે તો જ એન્ટ્રી. ગ્રે કોટા સ્ટોન ની ચમકતી લાદી, વિઝીટર બેંચો, સામે પોસ્ટ ઓફિસ અને તેના ખાંચામાં ઝેરોક્ષ વાળો, ક્યાં કઈ કોર્ટ છે તેનું માર્ગદર્શન આપતાં બોર્ડ.
હું બેઠો ત્યારે કોઈ કોર્ટે જસ્ટ ચુકાદો આપ્યો હશે એટલે કોઈ કેદીને ચારે તરફથી એસ્કોર્ટ કરી ( હાથકડી વગર.) લઈ જતી પોલીસ અને તેનાં ગમગીન સગાંઓ પાછળ. કેદી તરીકે જઈ રહેલો શૂન્યમનસ્ક. એક જ ક્ષણમાં કોઈને જેલ થાય અને કાયમ માટે કુટુંબ, સમાજથી છુટા પડવાનું થાય તો કેવું અનુભવાય?
વકીલો સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં ફરતા હતા. કોઈ યુવતી વકીલ ઉપર બ્લેક બિઝનેસ સૂટ જેવો કોટ પણ પહેરેલી ફાઈલો સાથે બહાર જતી જોઈ.
લોબી માં ખાસ ગિરદી નહિ. અમુક વકીલો અસીલને તથા આસિસ્ટન્ટ ને ખૂણામાં ઊભી કાઈં સમજાવતા હતા
સાતમે માળ અમે ગયાં ત્યાં રિઝર્વેશન કાઉન્ટર કે બેંક ની જેમ કાચના ડીસન્ટ ક્યુબિકલ્સ અને જે ગ્રૂપનો નંબર હોય તેને જ એન્ટ્રી. સામે વોશરૂમ અને વોટર કૂલર એક ખાંચામાં. એક કેદી જેવાને અંદર લઇ જઇ પોલીસ સાથે જઈ પાછળ નજીક ઊભેલી જોઈ
અમારી એન્ટ્રી અને વકીલ લઈ ગયા ત્યાં જરૂરી પ્રશ્નો ઓફિસરે પૂછ્યા. મેજિસ્ટ્રેટ કે જજ ની ખુલ્લી કેબિન બહાર ઉભવાનુ. એરપોર્ટ સિક્યોરિટી ની જેમ બોલાવે ત્યારે જ જવાનું. મારી આગલા યુવાન ને જ તમે કોણ, અહી શા માટે બોલાવ્યા, અરજદાર તમારા શું થાય એવું પૂછ્યું. પત્યું. પાછળ હું ઊભેલો. મારી સામે ખાલી સ્મિત કરી ડૉક હલાવી. સહી તો ઓફિસર સામે કરેલી. કામ પૂરું..
લોબી, સાતમે માળથી પાછળ વિક્ટોરિયા ગાર્ડન અને ચર્ચ ની છત નો ફોટો લીધો. કોર્ટ રૂમ ના ફોટા ન લેવાય. કાચ માંથી જોયું. બહુ ઊંચી નહિ તેવી જજ ની સીટ. આપણી કમર જેટલું ઊંચું એક જ વિટનેસ બોક્સ અને બેસવાની માત્ર ત્રણ રો. પિકચરો માં મીની થિયેટર જેવી ચાલીસ પચાસ ચેર બતાવાય છે તેવું નહિ. જજ ના કઠોડા નીચે એક લાંબુ ટેબલ. કદાચ ક્લાર્ક ઓફ કોર્ટ માટે અને પુરાવાઓ માટે.
મારી ભ્રમણા કે કોર્ટ એટલે માણસોથી ખદબદતી ગંદી અંધારી જગ્યા અને ગુનેગારો તથા વકીલો થી ઉભરાતી હોય તે દૂર થઈ. એક કોર્પોરેટ ઓફિસ જેવો દેખાવ.
ફોટા મુકું છું.