એ બાળપણ તો જતું રહ્યું
પણ એ બાળક આજ પણ છોડતું ગયું.
હા હજી જિદ તો કરે છે બાળકની જેમ
પણ અચાનક યાદ આવે છે કે બાળપણ તો જતું રહ્યું
હા હજી રીસાય જાય છે બાળકની જેમ
પણ અચાનક યાદ આવે છે કે બાળપણ તો જતું રહ્યુ
હા હજી ખોવાય જાય છે રસ્તામાં બાળકની જેમ
પણ અચાનક યાદ આવે છે કે બાળપણ તો જતું રહ્યું
હા હજી અંધારામાં ડરી જાય છે બાળકની જેમ
પણ અચાનક યાદ આવે છે કે બાળપણ તો જતું રહ્યું
હા હજી ભૂલી જાય છે બાળકની જેમ
પણ અચાનક યાદ આવે છે બાળપણ તો જતું રહ્યું
હા હજી જોર જોર થી રડે છે બાળકની જેમ
પણ અચાનક યાદ આવે છે બાળપણ તો જતું રહ્યું
હા હજી પણ માની જાય છે દરેક વાત બાળકની જેમ
પણ અચાનક યાદ આવે છે બાળપણ તો જતું રહ્યું
હા હજી પણ ઊંઘ આવી જાય છે બાળકની જેમ
પણ અચાનક યાદ આવે છે બાળપણ તો જતું રહ્યું
હા હજી તો પાછું વળી વળીને જોવાય જાય છે

યોગી