તારી હોઠે મૂકેલી આગળી ને માણુ
કે તારી અદા ની મીઠાસ ને માણું
સમજાવ હવે તુ મને કોને હુ માણુ
કે પર્યાય વગર ની તને હુ માણું
વર્ષામાં ભીંજાવાની મઝા ને માણું
કે હાથમાં રાખી હાથ તને હુ માણુ
તારી પ્રેમ ભરી સહજ વાતો ને માણુ
આંગળી નાં જાદુઈ સ્પર્શને હુ માણુ
કે પછી આખે આખી તને હું માણું.
-મહેશ ઠાકર