...#... રહસ્યમયી શહેર...#...

જય ભોળાનાથ પરિજનોને...
કેમ છો બધાં? સુખમાં તો છો ને?
અને હાઁ,સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.... ખરેખર છિયે કે નહીં એ ન પૂછવું... હા હા હા...

શિર્ષક વાંચીને સમજી જ ગયા હશો કે આજે કોઇ રોમાંચક સફરની સહેર કરવાની છે... તો ચાલો ગોઠવાઇ જાવ છુક છુક ગાડીમાં, અને સેર કરીયે દક્ષિણ ભારતમાં આવેલ રામેશ્વરમ જ્યોતિર્લિંગથી ૨૫ કિલોમીટર દૂર સ્થિત ,દેશનું સૌથી છેલ્લું અને શ્રીલંકાની સરહદના દર્શન કરાવતું,રહસ્યોથી ભરપૂર ઐતિહાસિક શહેર એવું "ધનુષકોડી" શહેરની.
ભારતનું આ એક એવું શહેર છે, જ્યાંથી તમને પાડોશી દેશ શ્રીલંકા દેખાશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ એકમાત્ર લેન્ડ બોર્ડર છે.
"ધનુષકોડી" નામમાં જ રહસ્ય છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ તે સ્થળ છે જ્યાં ભગવાન રામ અને તેમની સેનાએ રામ સેતુ બનાવ્યો હતો. અને તેમના પત્ની સીતાજીને બચાવવા માટે આ સેતુ પરથી પસાર થયા હતા. આ સેતુ રામેશ્વરમ દ્વિપ(તમિલનાડુ) અને મન્નાર દ્વિપ(શ્રીલંકા)ને જોડે છે. સીતાજીને બચાવ્યા બાદ વિભિષણના કહેવા પર ભગવાન રામે પોતાના ધનુષથી આ બ્રિજ તોડી કાઢ્યો હતો. ત્યારથી આ સ્થળનું નામ પડ્યું- "ધનુષકોડી".
અહીંયા સૂર્યાસ્ત બાદ જવાની કે રહેવાની મનાઈ છે. કહેવાય છે કે,લંકાની તમામ આસુરી શક્તિઓ આજે અહીંયા પણ રાત્રે ચિચિયારીઓ અને આક્રંદ કરીને આ સ્થાનને ભયાનક બનાવે છે. ત્યારબાદ સન-૧૯૬૪ માં આવેલ ચક્રવાત દરમિયાન મૃત્યુ પામેલ લોકોની રૂહોનું રુદન,આજે પણ આ શહેરને ખૂબ બિહામણું અને ભેંકાર બનાવે છે.
આ શહેર એક સમયે હર્યુંભર્યું હતું. "ધનુષકોડી" પણ એક પ્રખ્યાત પર્યટન સ્થળમાં શામેલ હતું, અહીં અનેક તીર્થસ્થાનો હતા. અહીં હોટલ્સ, કપડાની દુકાનો, ધર્મશાળાઓ, બજાર, સ્કૂલો, ચર્ચ, મંદિરો, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ વગેરે હતા. અહીં ફેરી સર્વિસ પણ હતી. પરંતુ ૧૯૬૪માં આવેલા ચક્રવાતમાં આ શહેરમાં વિનાશ સર્જાઈ ગયો. આ વાવાઝોડામાં સરકારી આંકડા મુજબ લગભગ ૧૮૦૦ લોકોનાં મોત થયા હતા, અને શહેરના લગભગ તમામ ઘરો ધરાશયી થઈ ગયા હતા.
‘ઘોસ્ટ ટાઉન’ 👻🎃😈👹 તરીકે ઓળખાતા આ શહેરમાં વાવાઝોડાના લગભગ ૫૮ વર્ષ પછી ધીરે ધીરે લોકોની અવર જવર શરુ થઈ છે. ઓફબીટ ડેસ્ટિનેશન્સ પર ફરવા જવા માંગતા યાત્રીઓ અહીં આવતા હોય છે. અહીંનો સ્વચ્છ દરિયો, સફેદ માટી અને દરિયાઈ જીવો જોવાનો અનુભવ યાત્રીઓની સફરને યાદગાર બનાવવા માટે પૂરતો છે.
એકવાર રામેશ્વરમ પહોંચીને તમે શેરિંગ રિક્ષા,પોતાનું વાહન કે બસ લઈને ધનુષકોડી જઈ શકો છો. પરંતુ એક પોઈન્ટ પછી તમારે ટેમ્પોમાં આગળ જવું પડશે. આ રસ્તા પરથી પસાર થવની પણ તમને એક અલગ મજા પડી જશે. બન્ને બાજુ દરિયો હોય તેવા રસ્તા પરથી પસાર થવાનો અનુભવ તમને ચોક્કસપણે યાદ રહી જશે. અહીં નષ્ટ થઈ ગયેલા મંદિર, રેલવે સ્ટેશન, ચર્ચ અને મકાનોના કાટમાળ જોવા મળશે. અહીં બીચ પર તમે આરામથી બેસી શકો છો અને શાંતિનો અનુભવ કરી શકશો. અહીં તમને નાસ્તા અને ચા-પાણીની નાની- નાની દુકાનો મળી જશે. બાકી ગુજરાતીઓનું ઝોલા ભરેલું ચવાણું તો અખૂટ હોય જ.😜
અહીંયા બે મહાન સમુદ્રનું સંગમ થાય છે. જેનું દર્શન કરવું એ પોતાનામાં જ મોટી વાત છે. એક તરફ અફાટ હિન્દ્મહાસાગર અને બીજી તરફ બંગાળ ની ખાડી છે. હિન્દમહાસાગર તોફાની છે,જ્યારે બંગાળ ની ખાડી એકદમ શાંત. જાણે કે દરિયો મહાયોગી એવા મહાદેવ રામેશ્વરના સાનિધ્યમાં રહીને પોતાના ઘૂઘવતા સ્વભાવ થી વિપરીત, સાવ શાંત અને સ્થિર થઈ ગયો છે.
આ ઉપરાંત પણ અહીંયા ઘણા બધા જોવાલાયક સ્થળો છે.
જેમકે,
૧) પંચમુખી હનુમાન.
૨) અગ્નીતિર્થ.
૩) એ.પી. જે. અબ્દુલ કલામનું ઘર.
૪) સંગુમલ બીચ.
૫) આર્યમાન બીચ.
૬) રામસેતુ (એડમ્સ બ્રીજ)

આથી સૌ જીવનમાં એક વાર આ પરમધામના દર્શન અવશ્ય કરજો .


સૌને જય ભોળાનાથ...
હર હર મહાદેવ.......હર...

Gujarati Blog by Kamlesh : 111825732
Kamlesh 2 year ago

ધન્યવાદ કામિનિજી....

Kamini Shah 2 year ago

Nice information…

Kamlesh 2 year ago

મહાદેવ હર...🙏

Anurag Basu 2 year ago

હર હર મહાદેવ 🙏

Kamlesh 2 year ago

ધન્યવાદ ભાઇ...

Kamlesh 2 year ago

મહાદેવ હર...🙏🙏🙏

Parmar Geeta 2 year ago

હર હર મહાદેવ 🙏

Kamlesh 2 year ago

ધન્યવાદ સોનલજી...

Kamlesh 2 year ago

ધન્યવાદ જીજી... મહાદેવ અવશ્ય અવસર આપશે...

Kamlesh 2 year ago

ધન્યવાદ શેફાલીજી...

Kamlesh 2 year ago

ધન્યવાદ દેવેશભાઇ.... જય ભોળાનાથ....🙏🙏🙏

Kamlesh 2 year ago

હા હા... મહાદેવ હર...

Sonalpatadia Soni 2 year ago

સરસ માહિતી....આભાર. હું જઈ આવી છું આ સ્થળે..જોવાલાયક સ્થળ છે.પણ તમે વર્ણન ખૂબ સરસ કર્યું..

Tinu Rathod _તમન્ના_ 2 year ago

ખૂબ રસપ્રદ માહિતી.. ચાન્સ મળ્યો તો જવાની ઈચ્છા છે.

Shefali 2 year ago

ખૂબ સરસ માહિતી.. 👌🏼👌🏼

Devesh Sony 2 year ago

Vah bhai... Khooob Saras mahiti... 👌🙏 Jay Bholenath... 🙏

Falguni Dost 2 year ago

ae saval velo j puchhi lidho che..😃😃 Happy Independenceday🇮🇳 Mahadevhar🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now