Gujarati Quote in Poem by તેજસ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જોને આ વરસાદમાં...

હમણાંથી અંદરથી કઈક ખામોશ થઈ ગયું છે મારામાં,
તારી મસ્તીમાં મોરલો બનીને ટહુકવાનું મન થાય છે... જોને આ વરસાદમાં.

હતી જિંદગી ફક્ત એકધારી ને અલગારી જાણે મારી,
તારી આગોશમાં ફૂલોની જેમ ખીલવાનું મન થાય છે... જોને આ વરસાદમાં.

અંધારી આ ઠંડીગાર રાત વીતી છે તારા ઇંતેઝારમાં,
જોઇને તને ઝાંકળની જેમ પીગળવાનું મન થાય છે... જોને આ વરસાદમાં.

અંદરથી કોરો-ધાકોર નાં રહી જાવું તારા વગર ક્યાંક,
તારા હાથમા હાથ રાખીને ભીંજાવાનું મન થાય છે... જોને આ વરસાદમાં.

કેટલી સપનાંઓ ને એની વાતો કરવી હતી તારા સાથે,
તું થોડું રીસાઈશ, આજે તને મનાવવાનું મન થાય છે... જોને આ વરસાદમાં.

-તેજસ

Gujarati Poem by તેજસ : 111825691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now