હર ઘર તિરંગા.
ઘરમાં રાખીએ છીએ,
આપણે સ્વચ્છતા.
તો પછી શેરી, મુખ્ય માર્ગોને,
શા માટે ના રાખી શકીએ સાફ-સુથરા?
કચરો નાખો કચરા-ટોપલીમાં,
ડેન્ગ્યુ, મલેરિયા કરશે બાય-બાય.
‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ જાણતા છતાં,
શા માટે રહો છો બેદરકાર?
રાખીશું સ્વચ્છતા તો રહીશું સ્વસ્થ.
સ્વસ્થ નાગરિક છે દેશની અમૂલ્ય મિલકત,
આપશે દેશના આર્થિક વિકાસમાં આકર્ષક વળતર.
બનીશું આપણે મહાસત્તા,
થશે આપણા વીરોના સ્વપ્ન સાકાર.
✍️ વિનિત રાજા