કાના તને ગમે તેવું તારું ચિત્ર દોરૂ
કાના તારી કઈ મૂર્તિ નું ચિત્ર દોરૂ?
રાજા રણછોડ વાળી,દ્વારિકાધીશ વાળી કે અમી ની આંખમાં છે તે?
તારા માથે મોરપીંછ નું ચિત્ર કેવું બનાવું?
શુંશોભાયમાન થતું તેવું કેમોર ના ઋણ વાળુ?
તારા લલાટ ની કારચલી કેવી દોરૂ?
શિશુપાલ સામે કરેલ ક્રોધ વાળી કે ઓચિંતા ની જોયેલી રાધા વાળી?
તારા સ્મિત નું ચિત્રણ કેવું કરું?
કૌરવ સામે કરેલા સ્મિતનું કે ગોપી,રાધા ને અમી સામે કરેલા સ્મિતનું?
તારા હાથ નું ચિત્ર કેવું દોરુ?
યુદ્ધમાં ચલાવેલા ચક્ર વાળા કે સુદામાને ભેટેલા હાથ વાળુ?
તારા પગનું ચિત્ર કેવુ દોરુ?
મથુરા માંથી વિદાય લેતા કે દ્વારિકામાં પ્રવેશેલા પગ વાળુ?
તારી બારવર્ષની વાંસળીમાં સૂર કેવા પૂરું?
ગોપીઓ ને નચાવતો હોય તેવા કે રાધાને સૂર સંભળાવતો તેવા?
કાના તને ગમે તેવું તારું ચિત્ર બનાવું -Amiba Gohil