Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાઈના બધા દુઃખ પોતે લઇ જાય એને બહેન કહેવાય,
દૂરથી પણ ભાઈની પીડાનો જેને એહસાસ થાય એને બહેન કેહવાય..!!

શબ્દોને તો સમજી શકે આ આખી દુનિયા,
પણ જેને ભાઈનું મૌન પણ સમજાય એને બહેન કેહવાય,
લડતી રહેતી એ હંમેશા એના ભાઈ સાથે
'ને ભાઈ માટે આખી દુનિયા સાથે પણ લડી જાય એને બહેન કહેવાય..!!

પહેલા કરે ભાઈની ફરીયાદ મમ્મી-પપ્પાને,
'ને પછી પોતે જ ભાઈની સાથે થઇ જાય એને બહેન કહેવાય,
શોધવા રહી જઈએ આપણે ઈશ્વરને મંદિરોમાં
'ને ખુદ ભગવાન જે મિત્ર સ્વરૂપે મળી જાય એને બહેન કેહવાય..!!

Gujarati Motivational by મહેશ ઠાકર : 111825011
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now