*“વહેલી સવારે”*
કાળાં ડિબાંગ વાદળોને
હટાવતો
સૂર્ય
વહેલી સવારે
લીલાંછમ પર્ણોની મુલાયમ ચાદર પર!
સોનેરી કિરણો
પાથરે
ને
ત્યારે
ચમકતાં ઝાકળનાં બિંદુઓ પર
એક
અજાણ્યો
ચહેરો
મલકી ઊઠે
મેઘધનુષ બની!
ને દૂર દૂર સુધી
પથરાયેલી
લીલોતરીમાં
દેખાય
એક
પથ
પણ
અજાણ્યાં એ ચહેરાં સુધીનો!

નિશા પટેલ

Gujarati Poem by Nisha Patel : 111824195

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now