જ્યાં દરેક ગણતરીઓ ખોટી પડે,
વળી, લાગણીનાં બંધનમાં ગાંઠ પડે!
મૌનમાં સતત ઘોંઘાટ ભળે,
એકાંતમાં એનો જ મેળો મળે!
પોતાના માંથી પોતાની બાદબાકી મળે,
સરવાળે એનો જ અક્ષ ખુદમાં ભળે!
નિયમ ઘણો સાદો છે પ્રેમનો,
અહીં દરેક કાયદા ખોટા પડે!
સમજીને ના સમજી શકાય એવું બને,
નાસમજ બની સમજવું સહેલું પડે!
અહીં દરેક વાયદા ખોટા પડે,
ક્યારેક પ્રેમના હિસ્સે વિરહ મળે!
દર્શના રાધે રાધે