અનંત ઉપકાર છે જેના
_________________
ઉભી છુ રાખડી ની બજાર મા,ભાઇ માટે યોગ્ય રાખડી શોધુ છુ.
અનંત ઉપકાર છે જેના. એ ભાઇ ના વિશેષ ભાવ ગોખુ છુ.
રાખડી કહે, મુજ ને સ્પર્ષ કરી લે બહેના, પછી હુ કઇક બોલુ છુ.
તાતણે તાતણે શ્વાસ ભરી બહેની ના હરેક ભાવ ભરૂ છુ.
મગજ અને શક્તિ પૂરી થાય ત્યા હુ જીવન ની નવી આશ બનુ છુ.
સ્ટેથોસ્કોપ કહે, હુ હ્યદયની ધડકન ગણુ છુ., પણ હુ રાખડી, ભાઈ ના હૈયા મા ધબકારો ની હામ ભરૂ છુ.
શક્તિ નો સંચાર કરવા ટીપે ટીપે ગ્લુકોઝ ની બોટલ ધરૂ છુ.
હુ રાખડી, સ્પર્શ માત્ર થી શોર્ય નો સંચાર કરૂ છુ.
દવા અને દુઆ હુ નસ નસ માં ભરૂ છુ,
ડોકટરો ને પણ જરૂર છે ,એવી હવા ધરૂ છુ.
જયવંત ભાઇ બગડીયા / કવિરાજ