" નથી ઈચ્છતો "
( ગઝલ )
પ્રેમમાં થાઉ પાગલ નથી ઈચ્છતો.
જોઇને થાઉ કાયલ નથી ઈચ્છતો.
એમ પણ શોભતી આંખ તારી સદા;
આંખમાં સ્હેજ કાજલ નથી ઈચ્છતો.
બસ પહેરી મુગટ રાખજે જે ગમે;
કે પગે કોઇ પાયલ નથી ઈચ્છતો.
જેમ કોરું રહે સાફ દેખાય તું;
આભમાં કોઇ બાદલ નથી ઈચ્છતો.
રોજ Bન્દાસ નવરો ન થાતો કદી;
આ સમય થાય ફાજલ નથી ઈચ્છતો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક