જસુભાઇ પાછા આવે છે
___________________.
મોતની ઉપર જીંદગીની સવારી કરી ,
જસુભાઇ પાછા આવે છે.
સ્વર્ગની મહેફિલમાં હાજરી આપી,
જસુભાઇ પાછા આવે છે.
પ્રભુને તેમના હિસાબમાં ભૂલ બતાવી,
જસુભાઇ પાછા આવે છે.
યમરાજ જરા આઘા ખસો ,
અમારા જસુભાઇનો રથ પાછો આવે છે.
ઠંડા વાયરા વાય છે, ને વાદળોથી મેઘ વરસે છે, ધરતીએ લીલી છમ ચાદર બિછાવી છે,
જસુભાઇના સ્વાગતની તૈયારી ચાલે છે,
જસુભાઇ પાછા આવે છે.
સતી સાવિત્રી સાથે નયનાભાભીનું નામ લખો,
જસુભાઇ ને પાછા લાવે છે.
જસુભાઈ પાછા આવે છે.
- *જયવંતભાઇ બગડીયા / કવિરાજ*