Gujarati Quote in Religious by મહેશ ઠાકર

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રાવણ માસનો મહિમા...

તમારી આસપાસમાં કોઇ નાનું કે મોટું મહાદેવ મંદિર હોય ત્યાં શ્રાવણ માસ દરમ્યાન મહાદેવજી અપૂજ ન રહે તેવી વ્યવસ્થા ગોઠવો...

સર્વે કરતાં ધ્યાને આવેલ છે કે, આપણે મોટા મોટા અને પ્રખ્યાત મંદિરોમાં જઇએ છીએ, ત્યાં દર્શન માટે લાઇનમાં પણ ઊભા રહીએ છીએ અને ત્યાં ભેટ પણ ખાસ્સી એવી ધરીએ છીએ. પરંતુ, આપણી આસપાસમાં નાના મોટા ઓછા જાણીતા મંદિરોમાં પૂજાક્રમ વ્યવસ્થિત ચાલી શકે તેટલી સગવડ પણ નથી હોતી.

શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે, ત્યારે ફક્ત આસપાસનાં મહાદેવ મંદિરમાં જઇને સવારે ઓછામાં ઓછું નિર્મળ જળ થી અભિષેક કરો અને દરરોજ રાત્રે ભેગા મળીને આરતીનો કાર્યક્રમ ગોઠવો. સૌ આબાલવૃદ્ધ નોકરી-ધંધાનાં સમય બાદ રાત્રે મહાદેવ મંદિરે એકત્રિત થઇને આરતી તો કરી જ શકે.

આમ કરવાનાં ફાયદાઓ...
1) તમારા બાળકો થોડા સમય માટે પણ ભણવાની અને ટ્યુશનની જંજાળ માંથી છૂટશે, મંદિરનાં પવિત્ર વાતાવરણમાં તેનું મન પ્રફુલ્લિત થશે.
2) વૃદ્ધો ને સમય ક્યાં પસાર કરવો તે પ્રશ્ર્ન ઘણો મોટો છે, તેમને મંદિરનાં પવિત્ર વાતાવરણમાં તેમને પણ બેસવા અને પ્રભુભક્તિ કરવા મળશે.
3) ધાર્મિકતા વધશે.
4) આમ કરતાં કાયમી પૂજા વ્યવસ્થા ગોઠવાશે તો કોઇ બ્રાહ્મણ કે પૂજારીને કાયમી રોજગાર મળી શકે
5) મંદિરો અપૂજ થાય ત્યારે તેમાં ભાંગફોડિયા તત્વો ભેગા મળી ન્યુસન્સ કરતા હોય છે, તે ન્યુસન્સ અટકે.
6) હાલનાં તણાવભર્યા માહોલમાં દરેક વ્યક્તિને મનની શાંતિની ખૂબ જરૂર હોય છે, નિયમિત મંદિરે જવાથી શ્રધ્ધા વધશે અને માનસિક શાંતિ મળશે.

ઇતિ અસ્તુ...

Gujarati Religious by મહેશ ઠાકર : 111822181
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now