જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે...

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે

ઘૂંઘટ ખૂલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે..

ઉતરી ગયા છે ફૂલ ના ચહેરા વસંતમાં
તારા જ રૂપ રંગ વિશે વાત થઈ હશે...

' આદિલ ' ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે...

---- આદિલ મન્સૂરી સાહેબ...

Gujarati Shayri by મહેશ ઠાકર : 111821809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now