એક મિત્ર ને સમય નથી ને બીજો મિત્ર મળવા માગે ત્યારે રચાઈ જતી એક રચનાં,,,,,,,,,
🤼🤼🤼🤼🤼
આવતા જતા ક્યાંક તો મળીશું દુનિયા આખી ગોળ છે અહીં નહીં તો ત્યાં મળીશું .
તારી પાસે સમય નથી તો ના સહી મારો સમય થોડો ફાજલ રાખીશ ને રસ્તામાં જ બસ ક્યાંક મળીશું.
આવતીકાલે ન મેળ પડે તો ભલેને પરમદિવસે છેક મળીશું.
સાચવી રાખજે આ સમય ની સાંકળ નહીં તો એમાં જ ક્યાંક અટવાઈ જઈશું. દિવસ નાં ક્યાં દુકાળ છે ?મિત્ર યાદ રાખજે મને બસ આમ જ છાપાના છેલ્લા પાને શોધજે અવસાન નોંધમાં ને આવી ચડજે એ સરનામે હશે મારા ફોટા પર હાર તો એ ફુલની સુગંધમાં મળીશું.