જીવન પથ
જીવનપથ ઉબડખાબડ છે , તો શું થઈ ગયું?
રસ્તો પણ મળી જ જાય છે ને?
એક પૂરપ્રવાહી , વેગવંતી, જોશીલી નદી,
કંકર, પત્થર ફંગોળી ને પણ વહી રહી છે ને?
એના જોશીલા, વેગીલા પ્રવાહ થી
ખડક સુધ્ધા ઘસાઈ ગયા છે ને?
ભરતી,ઓટ તો આવે નદીમાં,
વહેવાનું બંધ તો નથી કર્યું ને?
વહેણ કાયમ ફંટાયા કરે , તો શું થઈ ગયું?
નદી ને તો ખબર જ છે ને, ક્યાં જવાનુ છે?
હણાઈ ગયેલી પાંખ પંખી ની ,
વિંઝવાનું નું બંધ તો નથી કર્યું ને?
આકાશ વિહારી પંખી ઓ જો ' નિજ ',
સાયંકાળે મંજિલે પહોંચે જ છે ને ?
જીવનપથ ઉબડખાબડ છે , તો શું થઈ ગયું?
રસ્તો પણ મળી જ જાય છે ને?
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995