ગરમ ચાયના પ્યાલા સાથે
મળી જાય મને તારી સંગત
વરાળ નીકળતી ચા અને
હૂંફાળી લાગણીની રંગત
આભેથી વરસતી જળધારા
ને તેમાં ભીંજાતી આશાની પંગત
વાયરા સાથે પર્ણો લહેરે
ને કર્ણપ્રિય બની રેલાતી ખનક
શમણાંઓ મેઘધનુષી બની
આંખોમાં આંજણ આંજે
પ્રણયના ઉપવનમાં પગલું પડે
ભીની વરસાદની સરકતી સાંજે…
-કામિની